Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પાકિસ્તાને કાશ્મીરમાં કર્યું ફાયરિંગ:એક જવાન શહીદ

નવી દિલ્હી: કાશ્મીરના નાગરોટામાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવતાં શમશમી ગયેલા પાકિસ્તાને આજે ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી બેફામ ગોળીબાર કરતાં એક જવાન શહિદ થઈ ગયો હતો. આ રીતે સાંબા સેક્ટરમાં બે ડ્રોન ઘૂસી આવતાં ભારતીય જવાનો સાબદાં થઈ ગયા હતા અને ડ્રોનને ખદેડી મુક્યા હતા.

આજે સવારના અરસામાં જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરતાં એક જવાન શહિદ થઈ ગયા હતા. જ્યારે સાંબા વિસ્તારમાં ગત સાંજે બે પાકિસ્તાની ડ્રોન ઘૂસી આવતાં સિક્યોરિટી દળોએ બન્ને ડ્રોનને તોડી પાડ્યા હતા. જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયા પછી પાકિસ્તાન સખણું રહી શકતું નથી અને કોઈને કોઈ અટકચાળા કર્યે જ રાખે છે. અગાઉ પંજાબ તરફની ભારત-પાક. સરહદે ડ્રોન દ્વારા હથિયારે ઉતારવાનો પાકિસ્તાનનો પ્રયત્ન ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો આમ છતાં પાકિસ્તાન સતત ડ્રોન મોકલવાના પ્રયાસો છોડી રહ્યું જ નથી.

(5:37 pm IST)
  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST