Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અનોખું સંશોધન:એક ઇમેઇલ ઓછો મોકલવાથી 16000ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઠલવાય છે......

નવી દિલ્હી: બ્રિટનવાસીઓ દરરોજ ૬.૪૦ કરોડ બિનજરૂરી ઇ-મેલ્સ મોકલે છે અને એના લીધે થતાં વીજ વપરાશના કારણે દર વર્ષે બ્રિટનમાં ૨૩,૦૦૦ ટન કાર્બન વાતાવરણમાં ઠલવાય છે. અહીં કરવામાં આવેલા એક સંશોધન અનુસાર જો બ્રિટનવાસીઓ રોજ માત્ર એક બિનજરૂરી ઇ-મેલ મોકલવાનું બંધ કરે તો વર્ષે ૧૬,૦૦૦ ટન કાર્બન વાતાવરણમાં ઠલવાતા અટકી શકે છે. જે લંડનથી મેડ્રિડની ૮૧,૧૫૨ ફ્લાઇટ્સથી થતાં કાર્બન ઉત્સર્જનની બરોબર છે. બ્રિટિશ ઊર્જા કંપની ઓવીઓ એનર્જી દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૯ ટકા બ્રિટનવાસીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ રોજેરોજ બિનજરૂરી ઇ-મેલ્સ મોકલે છે. બ્રિટનવાસીઓ સાથી કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓને ‘આભાર’, ‘કોઈ વાંધો નહીં’, ‘ગુડ ઇવનિંગ’, ‘ચિયર્સ’ જેવા બિનજરૂરી ઇ-મેલ્સ મોકલાવે છે.

(5:39 pm IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • જન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST