Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

૧૧૫ વર્ષના વૃધ્ધાએ પાંચમી પેઢીના ૧૨૦થી વધુ સંતાનોને જોઇને દુનિયાને અલવિદા કરી દીધી

ન્યૂયોર્ક તા. ૨૧ : અમેરિકાની સૌથી વૃદ્ઘ મનાતી મહિલા હેસ્ટર ફોર્ડ મૃત્યુ પામી હોવાનું તેના કુટુંબ તરફથી જણાવવામાં આવ્યું હતું. નોર્થ કેરોલિના સ્ટેટના શાર્લોટ શહેરની રહેવાસી એ મહિલાની ઉંમર ૧૧૫ કે ૧૧૬ વર્ષ હોવાનો અંદાજ રાખવામાં આવે છે. એ મહિલાનાં ૧૪ સંતાનો, ૬૮ પૌત્ર-પૌત્રી અને દોહિત્ર-દોહિત્રીઓ, ૧૨૫ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ તેમ જ પ્રદોહિત્ર-પ્રદોહિત્રીઓ તેમજ  ત્યાર પછીની પાંચમી પેઢીનાં સંતાનોની સંખ્યા ૧૨૦થી વધારે છે. હેસ્ટર ફોર્ડ નાની ઉંમરથી કપાસના કાલા ફોલવાની મજૂરી કરતી હતી. તેની લગભગ ૧૪ વર્ષની ઉંમરે જોન ફોર્ડ સાથે તેનાં લગ્ન થયાં હતાં. હેસ્ટરનો જન્મ ૧૯૦૪માં થયો કે ૧૯૦૫માં એ નિશ્ચિત નથી, પરંતુ એ મહિલા અમેરિકાની સૌથી વૃદ્ઘ સ્ત્રી હોવાનું સરકારના સત્ત્।ાવાર રેકોર્ડમાં નોંધાયું છે.

હેસ્ટરનો જન્મ ૧૯૦૪માં થયો હોવાની ધારણા રાખીએ તો એ વિશ્વમાં સૌથી વૃદ્ઘ વ્યકિતઓમાં તેનો ત્રીજો ક્રમ ગણી શકાય. તેનાથી આગળના ક્રમે ૧૧૭ વર્ષની કાને તનાકા અને ૧૧૬ વર્ષની લુસિલ રેન્ડન છે. તેનો જન્મ ૧૯૦૫માં થયો હોવાની ધારણા રાખીએ તો એ વિશ્વમાં સૌથી વૃદ્ઘ વ્યકિતઓમાં છઠ્ઠા ક્રમે આવે છે.

(4:11 pm IST)