Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મીઠાના સેવનમાં જરૂરથી વધારે ઘટાડો કોરોના સંક્રમણનું કારણ બની શકે છે

નવી દિલ્હી: બ્લડપ્રેસરના ડરથી તમે શું ફિકકું (મોળું) ખાવ છો ? તો સાવધાન થઇ જાઓ કારણકે મીઠાના સેવનમાં જરૂરથી વધારે ઘટાડો સંક્રામક (કોરોના) રોગોનું કારણ બની શકે છે. લંડન સ્થિત રોયલ ફ્રી હોસ્પિટલના તાજેતરના અભ્યાસમાં આ ખુલાસો થયો છે.

             સંશોધકોના જણાવ્યા મુજબ જેમ વધારે પડતું મીઠું આરોગ્ય માટે ખરાબ છે તેમ મીઠાની કમી પણ એટલી જ ખરાબ છે. ખરખેર તો લાંબા સમયથી ઓછી માત્રામાં મીઠુ ખાવાથી શરીરમાં 'ઇન્ટરલ્યૂકિન-17' નું ઉત્પાદન ઠપ્પ થઇ જાય છે. ઇન્ટરલ્યુકિન-17 એક પ્રકારની શ્વેત કોશિકા છે કે જે વિષાણુઓને ઓળખી અને તેને નષ્ટ કરવામાં પ્રતિરોધક તંત્રને મદદ કરે છે. તેની કમીના કારણે માણસ સંક્રામક રોગો પ્રત્યે વધુ સંવેદનશીલ થઇ જાય છે. અધ્યયન દળમાં સામેલ જેક વ્હીટલીના જણાવ્યા મુજબ કિડની રોગીઓએ ડોકટરોની સલાહ વિના મીઠાની માત્રા ન ઘટાડવી જોઇએ. ખાસ કરીને 'જિટેલમેન સિન્ડ્રોમ' અને 'બાર્ટર સિન્ડ્રોમ'નો સામનો કરતા દર્દીઓએ મીઠાની માત્રા ન ઘટાડવી જોઇએ. બંને બીમારીમાં કિડનીમાંથી સોડિયમ લેવાની પ્રક્રિયા તેજ બની જાય છે. જેથી દર્દીઓને વારંવાર ફંગલ, મૂત્ર સંક્રમણનો સામનો કરવો પડે છે. સંશોધકોએ ડાયાબિટીસના દર્દીઓને પણ આ મામલે સર્તક રહેવાની સલાહ આપી છે.

(6:41 pm IST)