Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

બ્રિટનની સરકારે કર્યો નવો નિયમ જાહેર

નવી દિલ્હી: બ્રિટનની સરકારે રવિવારે નવા નિયમોની જાહેરાત કરી હતી જે કોરોના વાયરસના દર્દીઓને ક્વૉરન્ટીન થવાનું કાયદાકીય રીતે ફરજીયાત કરે છે. 14 દિવસના સેલ્ફ આઈસોલેશન (Self isolation) સમયગાળાનો બીજી વખત ભંગ કરવા પર 10,000 પાઉન્ડ સુધીનો દંડ લગાવવામાં આવશે. સેલ્ફ આઈસોલેશનના પ્રથમ ભંગ બદલ 1000 પાઉન્ડનો દંડ લગાવવામાં આવશે જે વારંવાર ભંગ કરવા પર 10000 પાઉન્ડ સુધી જઈ શકે છે. સરકારે કહ્યું હતું નવો નિયમ જે 28 સપ્ટેમ્બરથી લાગુ થશે તેમાં ઓછી આવક ધરાવતા લોકો જેઓ ઘરેથી કામ નથી કરી શકતા જેમ કે બાંધકામના કર્મચારીઓ અને ફરજીયાત સેલ્ફ આઈસોલેશનના કારણે પોતાની આવક ગુમાવી દેવાનું જોખમ છે તેમની પાસે દંડના 500 પાઉન્ડ લેવામાં આવશે.

(6:41 pm IST)