Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પાકિસ્તાનમાં આમને સામને આવી આર્મી અને પોલીસની સેના:સિંઘ પ્રાંતની પોલીસે સામુહિક રજા પર ઉતરી

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદરની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ સેના અને રેન્જર્સે કરી હતી. ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. વાતથી નારાજ સિંધ પ્રાંતની પોલીસનાઆઈજી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ સામુહિક રજા પર ઉતરી જવાની જાહેરાત કરી દીધી છે. વાત સામે આવ્યા બાદ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તપાસના આદેશ આપ્યા હતા. મામલે આઈજીએ હસ્તક્ષેપ કર્યા બાજ પોલીસ અધિકારીઓએ રજા પર જવાનો નિર્ણય 10 દિવસ માટે મુલ્તવી રાખ્યો છે.

        સિંધ પોલીસના જે અધિકારીઓએ રજા માટે અરજી કરી છે તેમાં પોલીસ પ્રમુખ ઉપરાંત, ત્રણ એડિશનલ આઈજી, 25 આઈજી, 30 એસએસપી અને અનેક એસપી, ડીએસપી અને એસએચઓનો સમાવેશ થાય છેએક પોલીસ અધિકારીએ કહ્યું કે હાલ અમે માત્ર રજા માંગી રહ્યા છીએ. જો તેમનું સન્માન નહીં કરવામાં આવે તો તેઓ સામૂહિક રીતે રાજીનામું ધરી દેશે.

(6:40 pm IST)