Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

નાઈજિરીયાના શહેર લાગોસમાં પોલીસની ક્રૂરતા સામે લોકોએ વિરોધ પ્રદર્શન દાખવ્યો

નવી દિલ્હી: નાઇજીરિયાના સૌથી મોટાં શહેર લાગોસમાં પોલીસની ક્રૂરતા સામે લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા. વિરોધપ્રદર્શનની સામે પોલીસ કાર્યવાહીમાં જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક ગંભીર રીતે ઘાયલ થયાં છે. એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને કહ્યું કે પોલીસે કરેલાં ગોળીબાર પછી તેમણે અંદાજે 12 લોકોની લાશ જોઈ છે અને અંદાજે 50 લોકો ઘાયલ થયાં છે.

 

         ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે તેમની પાસે આટલા મૃત્યુ સાથે જોડાયેલા પુરાવાઓ છે. વહીવટીતંત્રએ ગોળીબારમાં મામલમાં તપાસનો વાયદો કર્યો છે. ઘટના પછી લાગોસ અને બીજા વિસ્તારોમાં અનિશ્ચિતકાલીન કર્ફ્યૂ લાગુ કર્યો છે. ભંગ કરવામાં આવેલી પોલીસ એકમ, સ્પેશિયલ એન્ટી-રૉબરી સ્કવૉડ (SARS)ની સામે બે અઠવાડિયાથી પ્રદર્શન થઈ રહ્યા હતા.

(6:41 pm IST)