Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

નવજત બાળકનું મૃત્યુનું કારણ છે એયર પોલ્યુશન:રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી:વાયુ પ્રદૂષણના કારણોસર દુનિયા આખી પરેશાનીમાં મુકાઈ ગઈ છે ખાસ કરીને થાળીના દિવસોમાં પરેશાની ખુબજ વધી ગઈ છે પ્રદૂષણના કારણોસર અલગ અલગ વર્ગના લોકો પર તેની અસર જોવા મળી રહી છે. વાયુ પ્રદૂષણના કારણોસર દુનિયા આખીમાં રિસર્ચ થઇ રહ્યું છે એક તાજેતરમાંજ થયેલ સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્ષ 2019માં ભારત અને ઉપ સહારા આફ્રિકામાં લાખો બાળકોનો જન્મ થયો હતો જેમાં સૌથી વધારે બાળકોના મૃત્યુ પ્રદૂષણના કારણોસર થયા હોવાનું સામે આવ્યું છે. એક વધુ વાયુ પ્રદૂષણથી મૃત્યુનું કારણ સામે આવ્યું છે તો બીજી તરફ રસોઈ કરતી વેળાએ વપરાતા ઈંધણથી નીકળતા ધુમાડો પણ તેના માટે જવાબદાર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:42 pm IST)