Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આદિમાનવની પ્રજાતિને લઈને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે કર્યો એક દાવો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાની હાલની સ્ટડીમાં દાવો કર્યો છે કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર પૂરું થવા અને ધ્રુવોના પલટવાના કારણે વિલુપ્ત થઇ હશે. ઘટના 42 હજાર વર્ષ પહેલા થઈ હતી અને લગભગ એક હજાર વર્ષ સુધી એવી પરિસ્થિતિ બની રહી હતી. તો વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ઘટના 2-3 લાખ વર્ષના અંતર પર થાય છે અને જે રીતે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર નબળું થઈ રહ્યું છે, બની શકે કે ધ્રુવો પલટવાનો સમય નજીક આવી રહ્યો હોય.

ધરતીનું ચુંબકીય ક્ષેત્ર માણસો અને બીજા જીવો માટે જીવન સંભવ બનાવી શકે છે. તે સુરજથી આવનારા સોલર વિન્ડ, કોસ્મેટિક રેન્જ અને હાનિકારક રેડીએશનથી ઓઝોનના પડને બચાવે છે. એટલું નહીં પૂરું થયાના ઘણા સમય પહેલા નબળા થતાં ચુંબકીય ક્ષેત્રના કારણે મોટું નુકસાન થઈ શકે છે. તેના કારણે ઉપકરણોના સંચાલનમાં પરેશાની આવી શકે છે. 'સાયન્સ' પત્રિકામાં છપાયેલી સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર નબળું થવાના કારણે જળવાયુમાં ઝડપથી બદલાવ થયો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે Lascampની ઘટનાને વધારે વિશેષતાથી સ્ટડી કરવામાં આવી નથી.

              સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ધ્રુવોમાં થયેલા બદલાવોના નાટકીય પરિણામ રહ્યા હશે અને જળવાયુની હાલત ભીષણ બની ગઈ હશે. એજ કારણે સ્તનપાયી જીવ વિલુપ્ત થઈ ગયા. પ્રોફેસર ક્રિસ ટર્નીએ જણાવ્યું છે કે, 'અમે સમયે ઉત્તરી અમેરિકાની ઉપર બરફના પડમાં ઝડપથી વધારો જોઈ રહ્યા છીએ. પશ્વિમી પ્રશાંત વિસ્તારમાં ટ્રોપિકલ રેન બેલ્ટસ ઝડપથી બદલાતી દેખાય છે અને દક્ષિણી મહાસાગરમાં હવાઓની બેલ્ટ અને ઑસ્ટ્રેલિયાનું સુકાવું પણ નજરે પડે છે.

(6:08 pm IST)