Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ઇઝરાયલે સિરિયાની રાજધાની દમિશ્ક નજીક કરેલ મિસાઈલ હુમલામાં ચાર સૈનિકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇઝરાયલે ગુરુવારના રોજ સિરિયાની રાજધાની દમિશ્ક નજીકના વિસ્તારમાં પોતાના લક્ષિત સ્થાનને નિશાન બનાવીને કરેલ મિસાઈલ હુમલામાં ચાર સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. સીરિયા એયર ડિફેંસ સિસ્ટમે પણ આ હુમલાનો જવાબ આપ્યો છે. દેશની સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે ઇઝરાયલના કબ્જાવાળા ગોલન હાઇટ્સથી ઇઝરાયલી હુમલો કરવામાં આવ્યો હતો. સીરિયાઈ એયર ડીફેસે આ હુમલાનો જવાબ આપ્યો હતો જેનાથી વધારે મિસાઈલ નષ્ટ થઇ ગઈ હતી.

(6:39 pm IST)