Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

પિરાન્હા નામની આ માછલી પોતાના દાંતથી લોખંડ પણ કાપી નાખે છે

નવી દિલ્હી: પિરાન્હા માછલીનું નામ પડતા જ જાણકારો તેના ખુંખાર દાંત અને સ્વભાવને અવશ્ય યાદ કરે છે. મીઠા પાણીમાં આ માછલીઓનું ઝુંડ મળી આવે તો લોકોના છક્કા છૂટી જાય છે. બ્રાઝિલમાં અત્યંત ક્રુર અને ઘાતકી ગણાતી પિરાન્હા માછલીનો સેંકડો લોકો ભોગ બને છે. પિરાન્હા માછલી પર થયેલા એક પ્રયોગ મુજબ તે પોતાના દાંત વડે લોખંડ પણ કાપી શકે છે. અમેરિકામાં જળચર જીવોના નિષ્ણાંત ગણાતા જિમી વેડે એમેઝોન નદીમાંથી એક માછલી પકડી હતી. તેમણે બુલેટ પ્રુફ જેકેટમાં વપરાતા મટેરિયલને માછલીના મોં પાસે રાખતા દાંત ક્રોધે ભરાયેલી પિરાન્હાએ કાપી નાખ્યું હતું. ત્યાર બાદ પિરાન્હા માછલીને લોખંડના તારનો ટુકડો આપવામાં આવતા થોડિક સેકન્ડોમાં તારને પણ તોડી નાખ્યો હતો. પિરાન્હાનું આ વર્તન જોઇને જિમી વેડને ખૂબજ નવાઇ લાગી હતી. દુનિયામાં કોઇ પણ પ્રાણીના દાંત અને જડબામાં લોખંડ કાપવાની આટલી તાકાત હોતી નથી. પિરાન્હાના તિક્ષ્‍ણ દાંતની તાકાતના લીધે જ તેનું જયાં અસ્તિત્વ હોય એ પાણીમાં પિરાન્હાથી ચેતવું એવા બોર્ડ મારવા પડે છે. વ્યવસાયિક માછીમારો પણ પિરાન્હા માછલીને પકડવાનું પસંદ કરતા નથી. આ માછલીઓ ટોળામાં હુમલો કરીને શિકારને હતો ન હતો કરી નાખે છે. તેમાં પણ બ્લેક પિરાન્હા ફિશને સૌથી ખતરનાક માનવામાં આવે છે. એમોઝોન જંગલ અને નદીના વિસ્તારમાં પિરાન્હા માછલી સાથેનો સંપર્ક માત સાથેનો સંપર્ક બની જાય છે. જો કે પિરાન્હાના ઔષધિય ઉપયોગ થતો હોવાથી તેનો શિકાર પણ થાય છે. એમેઝોનના સદીઓથી રહેતા ઇન્ડિજિનિયસ પિરાન્હા સાથે રહે છે તેમ છતાં તેઓ પણ ખૂબ ડર અનુભવે છે.

(6:42 pm IST)