Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નાસાએ કર્યો ખુલાસો: 52 વર્ષ પછી ચંદ્રમા પર ઉતારશે એક મહિલા સહીત એક પુરુષ અંતરિક્ષ યાત્રી

નવી દિલ્હી:નાસાએ વર્ષ 1972 પછી પ્રથમવાર ચંદ્રમા પર માનવીને મોકલવાની યોજના બનાવી છે અને સાથોસાથ તેમણે એલાન કર્યું છે કે વર્ષ 2024માં ચંદ્રમા પર તે પ્રથમવાર એક મહિલા અને એક પુરુષ અંતરિક્ષ યાત્રીને મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

        નાસાના પ્રશાસકના જિન બ્રીડેનસ્ટિને જણાવ્યું છે કે અમે ચંદ્ર પર વૈજ્ઞાનિક શોધ આર્થિક લાભ અને ઘણી પેઢીના ખોજકર્તાઓને પ્રેરણા આપવા માટે ચંદ્ર પર બીજીવાર  જઈ રહ્યા છીએ. પરિયોજના પર અંદાજે 28 અરબ ડોલરનો ખર્ચો થશે તેવું માલુમ પડી રહ્યું છે.

(5:56 pm IST)