Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આર્મેનિયા-અજરબૈજાનના યુદ્ધમાં તુર્કીએ ઝંપલાવતા મીની વિશ્વયુદ્ધ થવાનો ભય

નવી દિલ્હી: રશિયાથી અલગ પડેલ બે દેશો આર્મેનિયા અને અજરબૈજાન વચ્ચેના ચાલી રહેલા સંઘર્ષમાં તુર્કી પણ સેના મોકલવા તૈયાર થતાં હવે સમગ્ર લડાઈએ નવો વળાંક લીધો છે અને વધુ દેશો ખાબકે તો મીની વિશ્ર્વયુધ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તુર્કીએ જાહેર કર્યું છે કે અજરબૈજાનમાં તે પોતાની સેના મોકલવા તૈયાર છે અને તે આમેર્નિયાનો મુકાબલો કરશે. અત્યાર સુધી તુર્કી અજરબૈજાનને ફક્ત શસ્ત્ર અને અન્ય મદદ કરતું હતું પરંતુ પ્રથમ વખત તેને સેના મોકલવાની જાહેરાત કરી છે. મધ્ય એશિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે તુર્કીએ અજરબૈજાનની તરફેણમાં જવાનો નિર્ણય લીધો છે. અને તુર્કીના વલણથી અન્ય દેશો ચોંકી ઉઠ્યા છે. ફાંસ, રશિયા અને અમેરિકાએ તુર્કીના પગલાનો વિરોધ કર્યો છે અને દેશોએ જણાવ્યું છે કે યુધ્ધ વધે તેવી કોઇપણ શક્યતાને મહત્વ આપવું જોઇએ નહીં. અજરબૈજાને દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં આર્મેનિયાના કબજામાંથી 21 વધુ ગામો છોડાવી લીધા છે. જો કે આર્મેનિયાએ દાવાનું ખંડન કર્યું છે. તુર્કી ઉપરાંત પાકિસ્તાન અને ઇઝરાયલ પણ અજરબૈજાનના દોસ્ત છે અને પાકિસ્તાનને તો ખુલ્લુ સમર્થન કર્યું છે. અજરબૈજાનને ઘાતક શસ્ત્રો મળવા લાગતા તેની તાકાત વધી છે તો આર્મેનિયાના સમર્થનમાં અમેરિકા, રશિયા અને ફ્રાંસે ઝૂકાવ્યું છે. અને તેનાથી તનાવ સતત વધવા લાગ્યો છે.

(6:00 pm IST)