Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અનોખી દોસ્તી:હોસ્પિટલની બહાર 6 દિવસ સુધી માલિકની રાહ જોઈ આ શ્વાને

નવી દિલ્હી: કૂતરાઓ અને માણસ વચ્ચેનો દોસ્તીનો નાતો હજારો વર્ષ જુનો છે અને આજે પણ આ પ્રાણી પોતાની માણસ પ્રત્યેની વફાદારીનુ ઉદાહરણ અવાર નવાર રજૂ કરતુ રહે છે.

સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો વાયરલ થયો છે.જેણે ઘણાની આંખો ભીની કરી દીધી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે તુર્કીના ઉત્તર પૂર્વ વિસ્તારના શહેર ટ્રેબજોનમાં 68 વર્ષના એક સિનિયર સિટિઝનને મગજમાં સર્જાયેલી સમસ્યાના કારણે 14 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.

તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાતા જોઈને તેમના બોનક નામના પાળેલા કૂતરાએ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સનો પીછો કર્યો હતો અને કૂતરાને હોસ્પિટલના આંગણે જોઈને હોસ્પિટલના કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા.બોનકે હોસ્પિટલમાં જ અડિંગો જમાવી દીધો હતો.વૃધ્ધની પુત્રીએ શ્વાનને ઘરે લઈ જવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો પણ તે એકનો બે થયો નહોતો.

(5:41 pm IST)