Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

બ્રિટનમાં લગ્ન સમારોહમાં એક સાથે 400 લોકોએ હાજરી આપતા પોલીસે સમયસર પહોંચી લોકોને એકત્ર થતા અટકાવ્યા

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોનાના નવા વાયરસ સ્ટ્રેઇનને કારણે દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં એક લગ્ન સમારોહમાં ૪૦૦ લોકોએ હાજરી આપી હતી. પોલીસે સમયસર પહોંચીને લોકોને એકત્ર થતાં અટકાવી દીધા હતા. આ સ્કૂલનું એ જ સ્થળ હતું જેના પ્રિન્સીપાલનું ગત વર્ષે કોરોના વાયરસથી જ મોત થયું હતું.

મેટ્રોપોલિટન પોલીસ ફોર્સે કહ્યું હતું કે અધિકારીઓને નોર્થ લંડન સ્કૂલમાં સૈંકડો લોકો દેખાયા હતા. હાલમાં માત્ર અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં લોકોના મે‌ળાવડા પર પ્રતિબંધ છે. હવે ઓર્ગેનાઇઝર સામે આશરે ૧૦,૦૦૦ પાઉન્ડનો દંડ થઇ શકે છે. પોલીસ ત્રાટકતાની સાથે જ અનેક મહેમાનો ભાગી ગયા હતા. પરંતુ પોલીસના હાથે પાંચ લોકો ઝડપાઇ ગયા હતા અને તેમને ૨૦૦ પાઉન્ડથી વધુનો દંડ કરાયો હતો.

(5:42 pm IST)