Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ચીન-તાઇવાન વચ્ચે શરૂ થઇ શકે છે યુદ્ધ: 40 વખત મોકલવામાં આવ્યા ફાઈટર જેટ

નવી દિલ્હી: ભારતની સાથે ચીનનો તાઈવાન સાથેનો તણાવ પણ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. અને હવે આ બંને દેશો વચ્ચે જંગ શરૂ થઈ શકે તેવી સંભાવનાઓ છે. ચીને શુક્રવાર અને શનિવારે લગભગ 40 વખત તાઈવાનની સીમાની પાસે પોતાના લડાકૂ વિમાન મોકલ્યા હતા. તેના જવાબમાં તાઈવાને પણ ચીનના હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાઈવાનના રાષ્ટ્રપતિએ સેનાની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તાઈવાની એરફોર્સે ડ્રેગનના હુમલાનો જોરદાર અભ્યાસ કર્યો હતો.

              તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેને ટ્વીટ કરીને કહ્યું કે, તાઈવાનની વાયુસેના કોઈને પણ ધમકી આપતી નથી કે સૈન્ય ઉશ્કેરણીની કાર્યવાહી કરતી નથી. અમારા જવાનોની અંદર ઈચ્છાશક્તિ અને ક્ષમતા છે કે તે તાઈવાનની રક્ષા કરી શકે અને ચીની વિમાનોને અમારા હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરીથી ભયભીત નથી. અમે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા કાયમ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

(6:04 pm IST)