Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સાઉદી અરબે ભારતમાં મુસાફરી પર લગાવ્યો પ્રતિબંધ:કારણ જાણીને સહુ કોઈને થશે અચરજ

નવી દિલ્હી: સાઉદી અરબે ભારતથી આવવા અને ભારત જવાની મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના સંક્રમણને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને ત્યાંની સરકારે આદેશ જાહેર કરી દીધો છે. ભારત સિવાય સાઉદી અરબે અન્ય બે દેશોમાં પણ આવવા જવાનો પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં બ્રાઝિલ અને અર્જેન્ટિનાનો સમાવેશ થાય છે. જો કે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે મુસાફરો પાસે સરકાર તરફથી સત્તાવાર આમંત્રણ હશે તેમને આ પ્રતિબંધમાંથી છૂટ મળશે.

                      ઉલ્લેખનિય છે કે, સાઉદીમાં ભારતતીય પ્રવાસીઓની સારો એવો ઘસારો જોવા મળે છે. પાંચ દિવસ પહેલાં 18 સપ્ટેમ્બરે દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટિએ છેલ્લા કેટલાંક અઠવાડિયામાં કથિત રીતે કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટીના સર્ટિફિકેટવાળા મુસાફરોને લાવવાને લઈને એર ઈન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઈટ પર બે ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી.

(6:04 pm IST)