Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બ્રિટનમાં ફરી એકવાર 6 માસ સુધીના પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યા

નવી દિલ્હી: બ્રિટનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધતા વડાપ્રધાન બોરીસ જોન્સને દેશમાં છ માસ સુધીના લાંબા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. બ્રિટીશ અખબારોએ બોરીસ જોન્સનની આ જાહેરાતને ક્રિસમસની વહેલી ગીફટ તરીકે ગણાવી છે. બ્રિટન ઉપરાંત સ્કોટલેન્ડ વેલ્સ અને નાર્ધનને આર્યલેન્ડમાં આ નવા કાનૂન લાગુ થશે.

              રાત્રીના 10 વાગ્યા બાદ રેસ્ટોરા બાર કે ખાણીપીણીના તમામ સ્ટોર્સ આઉટલેટ રેસ્ટોરા બંધ કરી દેવામાં આવશે. જયારે દુકાનોના દરેક સ્ટાફ માટે માસ્ક ફરજીયાત બનાવાયું છે. લગ્ન સમારોહમાં 15થી વધુ લોકોની હાજરી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. ઉપરાંત માસ્ક પહેર્યા વગર જ ભેગા થવા પરનો દંડ હવે પ્રથમ અપરાધમાં 200 પાઉન્ડનો કરવામાં આવ્યા છે. બ્રિટીશ વડાપ્રધાને જાહેર કર્યુ કે જો પરિસ્થિતિ વધુ વણસશે તો વધુ કડક નિયંત્રણો લાદવામાં આવશે.

(6:05 pm IST)