Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

૩૦ સેકન્ડ સુધી માઉથવોશના કોગળા કોરોનાને નિષ્ક્રિય કરે છે

પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીએ કોરોના પર ઓરલ એન્ટિસેપ્ટિક, માઉથવોશ, બેબી શેમ્પૂની અસર તપાસી

વોશિંગ્ટન તા. ર૩: ઓરલ એન્ટિસેપ્ટિક અને માઉથવોશ કોરોનાને ન્યુટ્રલ (નિષ્ક્રિય) કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમણ બાદ જો તેનાથી મોંની સફાઇ થાય તો વાઇરસને આગળ વધતો રોકી શકાય છે. લેબમાં થયેલા પ્રયોગમાં આ વાત સાબિત થઇ છે. અમેરિકી વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નાક અને મોંની સફાઇ કરીને કોરોનાને ન્યુટ્રલ કરી શકાય છે. તેનાથી સંક્રમિત વ્યકિતમાં વાઇરસની સંખ્યા ઘટે છે.

રિસર્ચ કરનારી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લેબમાં ઓરલ એન્ટિસેપ્ટિક, માઉથવોશ અને બેબી શેમ્પૂનો પ્રયોગ વ્યકિતમાં મળતા કોરોના વાઇરસ પર કરવામાં આવ્યો. પછી આ બધી અલગ અલગ વસ્તુઓની અસર વાઇરસ પર જોવા મળી. દર ૩૦ સેકન્ડ, ૧ મિનિટ અને ૩ર મિનિટ બાદ તે અસરની તપાસ થઇ. કોરોના કઇ હદ સુધી ખતમ થયો છે, તે સમજવા માટે તે સોલ્યુશનમાં માનવીય કોશિકાઓ નાખવામાં આવી. પછી જોયું કે તેમાંથી કેટલીક કોશિકાઓ જીવિત રહી. બેબી શેમ્પૂનાં ૧ ટકા સોલ્યુશનથી બે મિનિટમાં ૯૯.૯ ટકા સુધી કોરોના વાઇરસને નિષ્ક્રિય કરી શકાય છે. જો માઉથવોશમાં તેનો પ્રયોગ કરવામાં આવે તો ૩૦ સેકન્ડ સુધી કોગળા કરી શકાય છે. કોરોના દર્દીઓ અને કવોરન્ટાઇનમાં રહેતા લોકો માટે માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિક અસરકારક સાબિત થઇ રહ્યાં છે.

(3:51 pm IST)