Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દક્ષિણ ઇટલીમાં આવેલ કેમ્પેનિયાના શિક્ષકોએ રસ્તા પર ક્લાસ લેવાની શરૂઆત કરી

નવી દિલ્હી: કોરોનાને લીધે વિશ્ર્વભરમાં છેલ્લા માસથી ઓનલાઈન સ્કુલ ચાલી રહી છે. જો કે હવે દક્ષિણ ઈટલીમાં આવેલા કેમ્પેનિયાના શિક્ષકોએ રસ્તા પર કલાસીસ લેવાની શરુઆત કરી છે. ઈટલીના એક શિક્ષકના જણાવ્યા પ્રમાણે, શાળાઓ બંધ થવાથી વ્યથિત બાળકોને ભણાવવા તથા સરકારનાં આદેશનું પાલન કરતાં તેમણે સેન્ટ્રલ નેપલમાં જાહેર રસ્તા પર કલાસ લેવાની શરુઆત કરી છે. બાળકો પોતાના ઘરની બાલ્કની તેમજ ઘરની બહારના રસ્તા પર બેસીને કલાસમાં હાજરી આપે છે.

(5:38 pm IST)