Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોરોના મહામારી હોવા છતાં પણ ઇસ્લામાબાદમાં લોકો કરી રહ્યા છે વિઝા મેળવવા માટેનો પ્રયાસ

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લોકોની એક-બીજા દેશમાં અવર-જવર બંધ હતી પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને લોકો બીજા દેશની યાત્રાનો પ્લાન બનાવી રહ્યાં છે. તે માટે વિઝા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં એક ફુટબોલ સ્ટેડિયમમાં એવો નજારો જોવા મળ્યો જેને જોઈને તે અંદાજ લગાવી શકાય કે લોકો બીજા દેશમાં જવા માટે કેટલા આતુર છે અને તે માટે ગમે તે કરવા તૈયાર છે. આવો નજારો પહેલા ક્યારેય જોવા મળ્યો હશે નહીં.

          બે દિવસ પહેલા પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની પાસે વિઝા અપ્લાય કરનારની લાઇન લાગી હતી, દરમિયાન કોઈ કારણે ભાગદોડ મચી ગઈ. ભીડ વધારે હોવાને કારણે ભાગદોડમાં આશરે 15 લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, દુર્ઘટના પાકિસ્તાનના વાણિજ્ય દુતાવાસની બહાર એક ખુલા મેદાનમાં થઈ, જ્યાં હજારોની સંખ્યામાં અફઘાની નાગરિક વિઝા લેવા માટે ભેગા થયા હતા.

(5:41 pm IST)