Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ઓએમજી....આ મહિલાએ માત્ર 3 દિવસની અંદર કરી 208 દેશોની યાત્રા

નવી દિલ્હી: નવી દિલ્હીઃ તમે વર્ષ 2004મા આવેલી બોલીવુડ ફિલ્મ 'અરાઉન્ડ વર્લ્ડ ઇન 80 ડે' તો જોઈ હશે, ફિલ્મમાં અભિનેતા જેકી ચેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની કહાની જૂલ્સ વર્નેના ઉપન્યાસમાંથી લેવામાં આવી હતી, જેને જૂલ્સ વર્નેએ 1872મા લખી હતી. ત્યારે તે કલ્પના કરવામાં આવી હશે નહીં કે કોઈ આટલા સમયમાં વિશ્વનું ભ્રમણ કરી શકે છે. હાલમાં એક મહિલાએ સાત મહાદ્વીપોમાં સૌથી ઓછા સમયમાં યાત્રા કરવા માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. હકીકતમાં યૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ સિદ્ધિ મેળવી છે. રોમાથીએ 3 દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અલ રોમાથીએ માત્ર 3 દિવસ 14 કલાક 46 મિનિટમાં સિદ્ધિ હાસિલ કરી છે. અલ રોમાથીએ વિશ્વ રેકોર્ડ હાસિલ કરવા માટે 208 દેશોની પોતાની યાત્રા પૂરી કરી. અલ રોમાથીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સત્તાવાર પ્રમાણપત્રની સાથે એક પોસ્ટ શેર કરી છે.

(5:20 pm IST)
  • અમદાવાદની રાજપથ કર્ણાવતી અને બીજી કલબો કોરોના મહામારીની પરિસ્થિતિને લીધે બંધ રહેશે access_time 4:05 pm IST

  • પીરપંજાલ પર્વત માળામાં ભારે હીમ વર્ષા : મુગલ રોડ બંધ : જમ્મુ કાશ્મીરના પીરપંજાલની ઉંચી પર્વતમાળા ઉપર ભારે હિમવર્ષા થઈ છે : ફરી જમ્મુનો મુગલ રોડ બંધ કરી દેવાયો છે access_time 11:31 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST