Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

આવી રીતે ચમકદાર દેખાશે અરીસો

ડ્રેસીંગ ટેબલ પર લાગેલો અરીસો ઘણીવાર ખરાબ થઈ જાય છે અને કપડાથી સાફ કરી તો પણ તેમાં ચમક દેખાતી નથી. આવા અરીસાને તમે કેટલીક વિશેષ વસ્તુઓનો ઉપયોગ કરી સાફ કરી શકો છો.

૧. કોઈ પણ કાચને સાફ કરવાનું સૌથી સારૂ સાધન છે અખબાર. કાચ પર થોડુ પાણી લગાવી અને તેને અખબારના ટુકડાથી સાફ કરો. તે કાચ પર રહેલ ભીનાશને સોશી લ્યે છે. અને કાચ ચમકીલો બને છે.

૨. ટેલકમ પાવડરને પણ આ કામ માટે ઉપયોગમાં લઈ શકાય છે. કાચ પર ટેલકમ પાવડર લગાવો અને તેને ટીશ્યુ પેપરથી સાફ કરી લો.

૩. જો વધારે ગંદો કાચ હોય તો ગરમ પાણીમાં વિનેગર મિકસ કરી મિશ્રણ તૈયાર કરો. તેને પ્રથમ કપડાની મદદથી ડાઘ લગાવો અને થોડીવાર બાદ તેને કોરા કપડાથી સાફ કરી લો.

૪. જો ઘરમાં વિનેગર ન હોય તો તમે તેની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરી શકો છો. લીંબુના રસને ડાઘ ઉપર નાખો અને ટીશ્યુ પેપરથી તેને સાફ કરો.

૫. જો તમારે ડાઘને ઈન્સટન્ટ સાફ કરવો છે, તો હેન્ડવોશનો ઉપયોગ કરી શકો છો. તેને સીધુ ડાઘ ઉપર લગાવો અને ભીના કપડાથી સાફ કરી લો.

(11:35 am IST)