Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કચરા-પોતું કરવા માટે નીકળી વેકેન્સી, ૩૦ કલાક કામ કરવાનો પગાર આશરે ૨૦ લાખ રૂપિયા

લંડન, તા.૨૪: શું તમે પણ લોકડાઉનમાં નોકરી ગુમાવી છે? શું તમે પણ ટૂંકા સમયમાં લાખો રૂપિયા કમાવવા માંગો છો? તો પછી કદાચ આ તક તમારા માટે જ છે.

બ્રિટનના રોયલ ફેમિલીની સત્ત્।ાવાર વેબસાઇટ ઉપર કલીનરની નોકરીની ખાલી જગ્યા માટે જાહેરાત મુકાઈ છે. આ નોકરીમાં આકર્ષક પગાર અને આકર્ષક સુવિધાઓ મળે છે.

આ નોકરીમાં તમારે ફકત સોમવારથી રવિવાર સુધી કુલ ૩૦ કલાક કામ કરવું પડશે. આ સાથે તમને મહેલમાં રહેવાની અને ખાવાની પણ સુવિધા મળશે. ઉપરાંત નોકરીનો પગાર સૌથી આકર્ષક છે.

એક અઠવાડિયાના કામના તમે ૧૯ લાખ ૭૦ હજાર રૂપિયા કમાવી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે આ નોકરી માટે કેવી રીતે અરજી કરી શકો છો.

વિન્ડસર પેલેસ રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપનું ઘર છે. અહીં બહુ ઓછા લોકોનો સ્ટાફ છે. કુલ ૯૪ લોકો રાણીની સેવામાં રોકાયેલા છે. પરંતુ આ નવી ખાલી જગ્યા પછી આ ૯૫ થઈ જશે.

આ નોકરી માટે જેની પણ પસંદગી કરવામાં આવશે તેણે અઠવાડિયામાં ૩૦ કલાકની શિફ્ટ કરવી પડશે. બદલામાં તેમને ૧૯ લાખ ૭૦ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. ઉપરાંત, મહેલમાં ખાવું અને રહેવું પણ મફત રહેશે.

હવે સવાલ એ છે કે કર્મચારીએ શું કરવું પડશે? આ પોસ્ટ કલીનરની છે. તેણે મહેલના અંદરના ભાગને સાફ કરવાની અને મોંદ્યા ફર્નિચરની સંભાળ રાખવાની રહેશે. મહેલની પાર્ટીઓને સુશોભિત કરવામાં પણ મદદ કરવાની રહેશે.

મહેલમાં કોરોનાને કારણે કામકાજ ખૂબ કડક થઈ ગયું છે. નોકરોને મહેલ છોડવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં, ઘણાએ નોકરી છોડી દીધી છે. મહેલની અંદર એક રીતે કોરોના બબલ બનાવવામાં આવ્યો છે.

આ વેકેન્સી એક અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવી હતી. આ માટે તમારે નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રહેવું પડશે અને નવા પડકારો માટે હંમેશા સક્રિય રહેવું પડશે.

પસંદ કરેલા વ્યકિતને ૧૩ મહિનાની તાલીમ આપવામાં આવશે. આ પછી તેનો મુખ્ય ટીમમાં સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત આ કારકિર્દી પછી હોસ્પિટાલિટી ક્ષેત્રે તમારું મૂલ્ય નોંધપાત્ર રીતે વધશે.

જોબ એડમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સમય દરમિયાન તમારે ફકત આ મહેલમાં જ નહીં પરંતુ રાજવી પરિવારના અન્ય મહેલોમાં પણ સમય સમય પર કામ કરવું પડશે.

જો તમને આ કામમાં રસ છે તો પછી મહેલની ઓફિશિયલ સાઇટ પર જઈને તેના માટે અરજી કરી શકો છો. ભલે તમને આ નોકરનું કામ લાગે પણ પગાર અને સુવિધાઓ જાણ્યા પછી પણ તમે આ તક નકારી શકશો નહી.

(10:09 am IST)