Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

લોકડાઉન હોવા છતાં પણ ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ પહોંચી ગયું હોવાની માહિતી

નવી દિલ્હી: યુએનની હવામાન સંસ્થા ડબલ્યુએમઓના વડાએ પર્યાવરણને લગતો ચિંતાજનક અહેવાલ આપ્યો હતો. યુએનના અહેવાલ પ્રમાણે કોરોનાનાકારણે લોકડાઉન લાગુ થયું હતું, તેના કારણે પ્રદૂષણ ઘટયું હતું. તેમ છતાં ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગંભીર સપાટીએ યથાવત રહ્યું હતું.સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લૉકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે, પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લૉકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી.

                           કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ નોંધપાત્ર તફાવત જણાયો નથી. ૨૦૧૯માં લોકડાઉન પહેલાં જે સ્થિતિ હતી, એ લોકડાઉનના આટલા મહિના પછી પણ ૨૦૨૦માં એ જ સ્થિતિ યથાવત છે.તાપમાનને વધારનાર, સમુદ્રની સપાટી ઊંચી લાવનાર, બરફ પીગળાવનાર ગ્રીનહાઉસ ગેસનું સ્તર ભયજનક હતું અને કોરોનાકાળમાં લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું પછી ય ભયજનક સપાટીએ જ છે, એવું યુએનની હવામાન એજન્સીના ગ્રીનહાઉસ બુલેટિનમાં કહેવાયું હતું.

(5:28 pm IST)
  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST