Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમેરિકાની સેના તાઈવાનની ધરતી પર પગ મૂકે તો ચીન યુદ્ધ છેડવાની તૈયારીમાં

નવી દિલ્હી: ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ફરી ધમકીભરી ભાષામાં વાત કરી છે.ગ્લોબલ ટાઈમ્સના એડિટરે કહ્યુ છે કે, અમેરિકાની સેના તાઈવાનની ધરતી પર પગ મુકશે તો ચીન યુધ્ધ છેડશે.

ગ્લોબલ ટાઈમ્સના એડિટર હુ શિજિને અમેરિકા અને તાઈવાનને ધમકાવતા કહ્યુ હતુ કે, ચીનના અલગતા વિરોધી કાનૂનના નખ પણ છે અને દાંત પણ છે.અમેરિકાની એક જર્નલમાં તાઈવાનમાં અમેરિકાએ સેના મોકલવી જોઈએ તેવૂ સૂચન કરતો એક આર્ટિકલ છપાયા બાદ હુ શિજિન ભડક્યા હતા.આર્ટિકલમાં કહેવાયુ હતુ કે, જો અમેરિકા ખરેખર તાઈવાનની રક્ષા માટે કટિબધ્ધ હોય તો તેણે તાઈવાનમાં પોતાની સેના તૈનાત કરવા પર વિચાર કરવો પડશે. શિજિને કહ્યુ હતુ કે, અમેરિકા અને તાઈવાનમાં આ પ્રકારની વિચારધારા ધરાવતા લોકોને હું ચેતવણી આપવા માંગુ છું કે જો તાઈવાનમાં અમેરિકી સેના પાછઈ ફરી તો ચીનીની સેના નિશ્ચિત રીતે પોતાની અખંડતતાની રક્ષા માટે એક યુધ્ધ છેડશે.

(6:01 pm IST)