Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ વૈશ્વિક નકશા મુજબ જંગલોની આસપાસના 5 કિમીના વિસ્તારમાં 160 કરોડ લોકો વસવાટ કરે છે

નવી દિલ્હી: વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા એક વૈશ્વિક નકશા મુજબ વિશ્વમાં જંગલોની આસપાસના ૫ કિમી વિસ્તારમાં ૧૬૦ કરોડ લોકો વસવાટ કરે છે. આ પૃથ્થકરણ ૨૦૦૭ થી ૨૦૧૨ વચ્ચે એકત્ર કરવામાં આવેલા આંકડા પર આધારિત છે. વન અર્થ નામની જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ આ જંગલ વિસ્તારની વસ્તીમાંથી ૬૪.૫ ટકા ટ્રોપિકલ દેશોમાં રહે છે. વિશ્વ બેંક દ્વારા ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગીકૃત કરવામાં આવેલા દેશોમાં ૭૧.૩ ટકા વસ્તીનો સમાવેશ થાય છે.

               આ સંશોધન સાથે જોડાયેલા મુખ્ય સંશોધનકર્તા કોલોરાડો બોલ્ડર યૂનિવર્સિટી સાથે સંકળાયેલા પીટર ન્યૂટનના માનવા મુજબ વૈશ્વિક સ્તરે જંગલોની આસપાસ કેટલા લોકો રહે છે તે અંગે ચોકકસ માહિતી મળતી ન હતી. આ પ્રકારની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ હતો જે જંગલોમાં આજીવિકાની વ્યવસ્થા કરતી પરિયોજના પર આધારિત છે. જે લોકો પોતાની આવક માટે જંગલના સંસાધનો પર આધાર રાખે છે તેને જંગલ આધારિત સમુદાય તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ૧૬૦ કરોડ વસ્તી એવું નથી કે તે જંગલ પર આધારિત આજીવિકા પર રહે છે પરંતુ તેના ચોકકસ લાભ જરુર મેળવે છે.

(6:02 pm IST)