Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઓએમજી..... ફિનલેન્ડમાં શ્વાન કરી રહ્યા છે કોરોના સંક્રમિત દર્દીઓની ઓળખ

નવી દિલ્હી: વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે દુનિયાભરમાં કોવિડ 19ના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ફિલનેન્ડમાં એક નવી જ તરકીબથી કોરોના વાયરસની ઓળખ કરવામાં આવી રહી છે. ફિનલેન્ડમાં કુતરાઓ કોરોના સંક્રમિત દર્દીઓની ઓળખ કરી રહ્યાં છે.

               ફિનલેન્ડમાં કુતરાઓને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે કે તે કોરોના વાયરસને સુંઘીની જાણી શકે છે. આ કુતરાઓ એક કલાકમાં 250થી વધુ કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ કરી શકે છે ઉપરાંત કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થાય એના પાંચ દિવસ પહેલા કુતરાઓ કોરોનાની જાણ કરી શકે છે. આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ ફિનલેન્ડમાં સૌથી વ્યસ્ત હેલસિંકી-વેંતા એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ ફિનલેન્ડ ઉપરાંત લંડનમાં પણ આપવામાં આવી છે.

(6:04 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠારઃ ઓપરેશન શરૂ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતે આંતકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. access_time 11:29 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • બિહારમાં ચૂંટણીઓ ટાળવા માટે સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યોઃ ચૂંટણી પંચ નિર્ણય લેવામાં સક્ષમઃ સર્વોચ્ચ અદાલત : દેશમાં વ્યાપેલા કોરોના સંક્રમણને કારણે બિહારની ચૂંટણી ટાળવા સુપ્રિમમાં થયેલ અરજી ઉપર ચુકાદો access_time 11:57 am IST