Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

આ છે વિશ્વની સૌથી ઘાતક એકે-47રાઇફલ:એક મિનિટમાં કરે છે આટલી ગોળીઓનું ફાયરિંગ

નવી દિલ્હી: રશિયા વિશ્વના સૌથી મોટા હથિયાર ઉત્પાદક દેશ પૈકીનું એક છે અને તે સતત નવા આધુનિક હથિયારો બનાવી રહ્યુ છે. વખતે તેણે વધુ ઘાતક AK-47 રાઈફલ બનાવી છે.

વિશ્વની સૌથી ઘાતક રાઈફલ મનાતી AK-47 રાઈફલ હવે વધુ ખતરનાક બનવા જઈ રહી છે. રશિયાએ હવે રાઈફલના એડવાન્સડ વર્ઝન AK-521ને ડેવલપ કર્યું છે. એવું કહેવાય છે કે નવું વર્ઝન અત્યારસુધી બનેલી AK સીરિઝની રાઈફલમાં સૌથીવધુ ખતરનાક રહેશે. AK-521 એવી ઘાતક રાઈફલ હશે કે જેના વડે 800 મીટર દૂર રહી દુશ્મનો પર 1 મિનિટમાં 1000 ગોળીઓથી વિંધિ શકાશે.

       એક રિપોર્ટ અનુસાર, AK-521 રાઈફલનું મેન્ટેનેન્સ પણ ઓછું રહેશે. તેમાં 7,62×39 અવે 5,56×39 અને 5,56×45ની ગોળીઓનો ઉપયોગ કરાશે. જંગલ કે પહાડી વિસ્તારોમાં તૈનાત જવાનો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. એવું મનાય છે કે, ક્લાશનિકોવ કન્સર્ન કંપની વહેલી તકે રાઈફલનું એક્સપોર્ટ વર્ઝન તૈયાર કરી લેશે. જેનાથી તેને વેચાણ માટે મિત્ર દેશો સમક્ષ રજૂ કરી શકાય. AK-500 સીરિઝની તમામ રાઈફલની જેમ AK-521માં પણ અપર અને લોવર રિસીવર હશે. રાઈફલમાં ભાર સહન કરવા માટે મોટાભાગના પાર્ટ્સ મેટલના બનાવવામાં આવ્યા છે. સાથે રાઈફલના હાથા અને મેગઝીનની આગળ હોલ્ડિંગ પોઈન્ટ્સ પર પૉલિમરનો પ્રયોગ કરાયો છે.

(5:56 pm IST)