Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

એંટાર્કટિકામાં ફરીએકવાર વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ ઘટના સામે આવી:બરફની સફેદ ચાદર પર છવાઈ ગઈ એક વિચિત્ર આકૃતિ

નવી દિલ્હી: એટાર્કટિકામાં એકવાર ફરી વૈજ્ઞાનિકો માટે પડકારપૂર્ણ ઘટના સામે આવી છે. હજારો કિલોમીટર વર્ગમીલ વિસ્તારમાં ફેલાયેલી બરફની સફેદ ચાદર ઉપર વિચિત્ર આકૃતિ ઉભરી આવી છે. આ આકૃતિને જાેયા પછી એવું લાગે છે કે ઝડપથી કોઇ વસ્તુ ખસડાઇને નીચે તરફ ઉતરી છે. આકૃતિમાં દાંતાવાળી આકૃતિ બનેલી છે. નાસાના વૈજ્ઞાનિકો બરફ ઉપર બનેલી મીલો લાંબી દાંતાવાળી આકૃતિની તપાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇ નિષ્કર્ષ નિકળી શક્યું નથી. એક્સપ્રેસ ડોટ કો ડોટ યૂકેના રિપોર્ટ અનુસાર પ્રતીત થાય છે કે આ તસવીર કોઇ વસ્તુ ટકરાતા બની છે.

      જાણકારોના અનુમાન લગાવી રહ્યા છે કે કોઇ વસ્તુ ઝડપથી નીચે ઉતરી હશે, જેના લીધે બરફમાં આવી આકૃતિ બની છે. નાસાના વૈજ્ઞાનિકોના અનુસાર આ દુર્લભ ગ્લેશિયર છે. નાસાના વૈજ્ઞાનિક ડો કેલી બ્રંટના અનુસાર મૈકમુર્ડો સાઉન્ડના જામેલા સમુદ્રમાં દાંતાવાળા બરફની સપાટી પર માઇલો દૂર લાંબી દિવાલ જાેવા મળે છે. આ એક દુર્ભલ પ્રકારનું ગ્લેશિયર છે જે જામેલા સમુદ્રોમાં માઉન્ટ અરેબસથી વહેનાર લાખો ટન બરફને મળે છે.

(6:07 pm IST)