Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનના ડરથી અમેરિકાએ બિનઅમેરિકન પ્રવાસીઓ પર નિયંત્રણ લગાવ્યા

નવી દિલ્હી: કોરોના વાઇરસનો નવો સ્ટ્રેઇન યુએસમાં પ્રવેશે તેની તકેદારી તરીકે અમેરિકાના પ્રમુખ જો બાઇડન બ્રાઝિલ, આયરલેન્ડ, યુકે તથા અન્ય 26 યુરોપિયન દેશમાંથી આવતા બિનઅમેરિકન પ્રવાસીઓ પર કોરોનાના નિયંત્રણો લાદશે તેમ વ્હાઇટ હાઉસના બે અધિકારીઓએ જણાવ્યું હતું. બે અધકારીઓએ નામ આપવાની શરતે જણાવ્યું હતું કે યાદીમાં દક્ષિણ આફ્રિકાનું નામ પણ ઉમેરવામાં આવશે.

        સાઉથ આફ્રિકાનો વેરીઅન્ટ પણ યુએસમાં દેખાયો છે પણ યુકેનો વેરીઅન્ટ તો ઘણાં રાજ્યોમાં જણાયો છે. બાઇડને ગયા સપ્તાહે ફેડરલ એજન્સીઓને આદેશ આપ્યો હતો કે યુએસમાં આવતા તમામ એર ટ્રાવેલર્સને ક્વોરન્ટાઈન કરવામાં આવે તથા બે વર્ષ તથા તેથી મોટી વયના લોકોને પ્રવાસના ત્રણ દિવસ પૂર્વે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ.

(5:05 pm IST)