Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કોરોના રસી આપવા

હવે ઇન્જેકશનના બદલે ટેબલેટ અને નોઝલ સ્પ્રેનો ઉપયોગ થશે

લંડન તા. ૨૬ : બ્રિટનમાં કોરોનાથી રક્ષણ મેળવવા રસી ઇન્જેકશનના બદલે  ટેબલેટથી અપાય તેવી પધ્ધતિ વિકસાવાઇ રહી છે. ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા વેકસીનના પ્રમુખ ડેવલપર સારા ગિલ્બર્ટે પોતાની ટીમ સાથે ઇન્જેકશન વગર આપી શકાય તેવી વેકસીન બનાવવા પર કામ શરૂ કર્યુ છે.

ગિલ્બર્ટે સાંસદોના દળને જણાવ્યુ કે આ શોધ કાર્ય સફળ રહ્યુ તો ઇન્જેકશનના બદલે ટેબ્લેટથી કોરોનાની રસી આપવાનું આસાન થશે. જે ઇમ્યુનીટી સીસ્ટમ વિકસાવવાનું ખુબ સારૂ કામ આપશે. ઉપરાંત નોઝલ સ્પ્રેથી રસી આપવાની દીશામાં પણ એટલુ જ ધ્યાન અપાય રહ્યુ છે. ટેબ્લેટ કે નોઝલ સ્પ્રેથી અપાતી રસી નાક, ગળુ, ફેફસા માટે વધુ કારગત રહે છે. તેમ ગિલ્બર્ટનું કહેવુ છે.

(11:29 am IST)