Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઇંડોનેશિયામાં માછીમારને શાર્કનું બચ્ચું મળી આવ્યું:જોઈને થશે સહુ કોઈને અચરજ

નવી દિલ્હી: કુદરતના પણ અનેક રંગ છે, જે ઘણી વખત માનવીની સમજથી બહાર હોય છે. જ્યારે રહસ્ય સામે આવે છે ત્યારે તે એક અદભૂત આશ્ચર્ય બની જાય છે. આવી એક ઘટના ઈન્ડોનેશિયામાંથી સામે આવી છે, જ્યાં માચ્છીમારે એક શાર્કને પકડી હતી. તેને બાબતનો અંદાજ હતો કે તેની સામે વિશ્વભરનું એક આશ્ચર્ય સામે આવશે.

શાર્કના પેટમાંથી ત્રણ બચ્ચા મળી આવ્યા હતા. ત્રણેય બચ્ચા પૈકી બે બચ્ચાનો દેખાવ સામાન્ય હતો જ્યારે એક બચ્ચાનો દેખાવ માનવી જેવો દેખાતો હતો. અંગેની જાણકારી જકાર્તા ઉપરાંત સમગ્ર વિશ્વમાં આગની માફક ફેલાઈ ગઈ. ઓશિયોનોગ્રાફી સાથે સંકળાયેલા નિષ્ણાતો તેને મ્યૂટેશનની બાબત ગણાવે છે. ઈન્ડોનેશિયામાં 48 વર્ષિય માચ્છીમાર અબ્દુલ્લાહ નરેને સોશિયલ મીડિયા પર પોતાની જાળમાં ફસાયેલી માચ્છલીનો ફોટો શેર કર્યો છે. શાર્કના બચ્ચાનો દેખાવ માનવી જેવો હતો. માચ્છીમારે તેને જોઈ તો તેને ભારે આશ્ચર્ય થયું હતું. તેને અન્ય માચ્છલીઓથી અલગ કરી દીધી. ગ્રામીણોને ખબર પડી તો તેઓ તેની પૂજા કરવા લાગ્યા હતા.

(5:12 pm IST)