Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

થાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો

યુવકને પેટમાં દુખાવો થતો હતોઃ પેટમાં જાણે વળ ચડી હોય એમ વીંટ આવતી હતી

બેંગ્કોક, તા.૨૬: થાઇલેન્ડના નખોન સાવન ટાઉનમાં ડુએન્ગચાન નામના યુવકને પેટમાં દુખાવો થતો હતો. પેટમાં જાણે વળ ચડી હોય એમ વીંટ આવતી હતી. એક તબક્કો એવો આવ્યો કે દુખાવો સહન ન થયો. તે તરત વોશરૂમમાં ફ્રેશ થવા ગયો. મળમાર્ગે તેને એક સફેદ કૃમિ નીકળતો જોવા મળ્યો હતો. તેણે હિંમત કરીને કૃમિને ખેંચવાનું શરૂ કર્યું. એ કૃમિ ધીમે-ધીમે કરતા એટલો લાંબો નીકળતો ગયો કે તે ખુદ અચંબિત થઈ ગયો. આ કૃમિ લગભગ ૧૭ ફુટ લાંબો હતો.

જીવંત કરમિયાને જોઈને આશ્યર્ય અને આઘાતથી ડુએન્ગચાન એ લઈને તરત ડોકટર પાસે ગયો. ડાઙ્ખકટરે કહ્યું કે કાચું માંસ ખાવાને કારણે તેના પેટમાં કૃમિ ગયો હતો અને એ ધીમે-ધીમે મોટો થઈને આટલો લાંબો થયો હોવો જોઈએ. ડાઙ્ખકટરનું કહેવું છે કે તેના પેટમાં હજી બીજા થોડા કરમિયા ઊછરી રહ્યા હોવાથી તેને રાહત થતાં સમય લાગશે.

(3:33 pm IST)