Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બ્રિટનમાં બીજી નવેમ્બરથી કોરોના વેક્સિનનો બીજો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

નવી દિલ્હી: કોરોના મહામારીથી ત્રસ્ત બ્રિટનમાં બીજી નવેમ્બરથી કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રશાસનના જણાવ્યા મુજબ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીન તૈયાર થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં તેની પહેલી બેચ વેક્સીનેશન માટે હોસ્પિટલ્સમાં મોકલી દેવામાં આવશે.

                     ઓક્સફોર્ડ યુનિવર્સિટી તૈયાર કરી રહેલી કોરોના વેક્સીન મહામારીના ખાતમા માટે ગેમચેન્જર તરીકે માનવામાં આવી રહી છે. અત્યાર સુધીના ટ્રાયલમાં વેક્સીનના અદભૂત પરિણામો સામે આવ્યા છે. તેની વેક્સીનને AZD1222 or ChAdOx1 nCoV-19 નામ આપવામાં આવ્યું છે અને તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અસ્ત્રાજેનેકા સાથે મળીને તૈયાર કરી રહ્યા છે. સિવાય ફાઇઝર અને બાયોટેકની કોરોના વેક્સીન પણ અંતિમ તબક્કામાં છે. બ્રિટનની નેશનલ હેલ્થ સિસ્ટમ દૈનિક સ્તરે 10 હજાર લોકોને વેક્સીનેશન કરવાની યોજના પર કામ કરી રહી છે.

(7:00 pm IST)