Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઓએમજી.....આગ લાગવાની પ્રવૃર્તીમાં થઇ રહેલ ફેરફારના કારણોસર વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિના જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું હોવાનું સંશોધન

નવી દિલ્હી: આગ લાગવાની પ્રવૃત્તિઓમાં થઇ રહેલા ફેરફારના કારણે વિશ્વની ૪૪૦૦ કરતાં વધુ પ્રજાતીના જીવ પર જોખમ ઊભું થયું હોવાનું એક નવા સંશોધન દ્વારા જાણવા મળ્યું હતું. સંશોધકોએ લોકો તેમજ સરકારોને પર્યાવરણ પ્રત્યે માનવ સર્જીત ફેરફારનો સામનો કરવાની તેમજ એક્ટ કરવાની હાકલ કરાઇ હતી.વિજ્ઞાાનના એક સામયીકમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે ઝડપ અથવા ફ્રીકવન્સીમાં વધારાના કારણે જે પ્રજાતી પર જોખમ ઊભું થયું છે તેમાં ઇન્ડોનેશિયાના ઓરંગઉટાન અને ઓસ્ટ્રલિયાના માલી ઇમ પ્રકારના પ્રાણીનો સમાવેશ થાય છે.

'આ પ્રજાતીઓમાં ૧૯ ટકા પક્ષીઓ, ૧૬ ટકા સસ્તન પ્રાણીઓ, ૧૭ ટકા ડ્રેગોનફલાય અને ૧૯ ટકા ફળીનો સમાવેશ થાય છે. આ તમામને લુપ્ત થવાના આરે રહેલી પ્રજાતીમાં મૂકવમાં આવી હતી'એમ મુખ્ય સંશોધક મેલબોર્ન યુનિ.ના લ્યુક કેલીએ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે અનેક પ્રકારના છોડ અને પ્રાણીઓ પર આગના બનાવની ઘાતક અસર થાય છે.સંશોધકો અનુસાર,જ્યાં ભાગ્યેજ આગ લાગતી હતી અથવા આગ લાગતી જ નહતી ત્યાં તાજેતરમાં લાગેલી આગના કારણે ઇકોસીસ્ટમ બગડી હતી.ક્વિન્સલેન્ડના જંગલોથી લઇ દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ અમેરિકાથી આર્કટિક્ટ સર્કલ સુધી ક્યાં પણ આગ લાગતી નહતી.

(6:17 pm IST)