Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રશિયામાં કોરોના વાયરસ વેક્સિનની 85 ટકા લોકો પર સાઈડ ઇફેક્ટ જોવા મળી નથી

નવી દિલ્હી: કોરોના વાયરસ વેક્સિન Sputnik V ની 85 ટકા લોકો પર કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. તેને બનાવનાર ગમલેયા રિચર્સ સેન્ડરના હેડ અલેગ્ઝેન્ડર ગિંટ્સબર્ગે સોમવારે વિશે જાણકારી આપી છે. અલેગ્ઝેન્ડે કહ્યુ, વેક્સિનની સાઇડ ઇફેક્ટ 15 ટકા લોકો પર જોવા મળી. Sputnik Vના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.

           રશિયાએ ઓગસ્ટમાં પોતાની પ્રથમ કોરોના વાયરસ વેક્સિન Sputnik V રજીસ્ટર કરાવી હતી. તેને લઈને વિશ્વમાં ખાસ કરીને પશ્ચિમમાં ખુબ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પશ્ચિમી દેશોએ આરોપ લગાવ્યો હતો કે રશિયા માત્ર વેક્સિનની રેસમાં આગળ નિકળવા માટે ઉતાવળ કરી રહ્યું છે. હકીકતમાં રશિયાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ વગર વેક્સિન રજીસ્ટર કરાવી દીધી હતી. તો રશિયાએ કહ્યું હતું કે, તેણે પોતાની જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી વેક્સિન બનાવી છે તેથી ઝડપથી વિકસિત કરી લીધી છે.

(6:42 pm IST)