Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચીનથી ધમકીથી બેપરવાહ અમેરિકા હવે તાઇવાનને આપશે મિસાઈલ

નવી દિલ્હી:ચીનની ધમકીથી બેપરવાહ ટ્રંપ પ્રશાસને તાઇવાનને હવે હરપુન મિસાઈલ આપવાનો નિર્ણય કર્યો છે તેમને સોમવારના રોજ અમેરિકી સંસદને સૂચિત કરી દીધા હોવાનું માલુમ પડી રહ્યુ છે અને વધુમાં જણાવ્યું હતું કે તાઇવાનને  2.37 અરબ ડોલર અંદાજે 17હજાર 400 કરોડ રૂપિયાની મિસાઈલ સિસ્ટમ વેચવાની યોજના બનાવી છે.

               પ્રશાસનના એલાનના થોડાક કલાક પહેલા ચીને જણાવ્યું હતું કે તાઇવાનને હથિયાર વેચાણમાં સામેલ  લોકહીડ માર્ટિન,બોઇંગ ડિફેંસ અને રેથીયોન જેવી અમેરકી કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અમેરિકાની તરફથી પ્રસ્તાવિત નવા હથિયારોના વેચાણ પર તાઇવાને જણાવ્યું હતું કે ચીનની તરફથી વધી રહેલ ભયની વચ્ચે તેમની રક્ષા વ્યવસ્થા મજબૂત અને વિશ્વસનીય રહેશે.

(6:44 pm IST)