Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રશિયામાં ઘૂસણખોરી કરવા બદલ અમેરિકાની નૌસેનાને મળી ધમકી

નવી દિલ્હી: રશિયાએ આરોપ લગાવ્યો છે કે અમેરિકી નૌસેના વારંવાર તેના સમુદ્રી વિસ્તારમાં ઘૂસણકોરી કરવાની કોશિશ કરી રહી છે. રશિયાએ અમેરિકાની નૌસેનાને ધમકી આપતાં કહ્યું કે તેના સમુદ્રી વિસ્તારમાં ઘૂસણખોરી કરનારા અમેરિકાના જહાજને તે તબાહ કરી નાખશે. રશિયાએ દવો કર્યો કે તેના સબમરીને જાપાન સાગરના તેના વિસ્તારમાં ઘૂસી આવેલી અમેરિકી નૌસેનાના વિધ્વંસક જહાજનો પીછો કર્યો હતો. આ જહાજનું નામ યુએસએ જોન એસ મૈકેન છે. એક અહેવાલ અનુસાર રશિયાએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાની આ જહાજ તેની સમુદ્રી સીના પીટર ધ ગ્રેટ ગલ્ફના ક્ષેત્રમાં બે કિલોમીટર અંદર સુધી આવી ગયું હતું. તેનું કહેવું છે કે આ જહાજને નષ્ટ કરવાની ચેતવણી આપવામાં આવતાં તેણે અહીંથી ચાલતી પકડી હતી. જો કે અમેરિકી સેનાએ આ પ્રકારની કોઈ ભૂલ થયાનો ઈનકાર કરતાં કહ્યું છે કે તેના જહાજને ક્યાંય જવા માટે કહેવાયું નથી. આ ઘટના મંગળવારે જાપાન સાગરમાં બની હતી.

(6:24 pm IST)