Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સીટીની સંયુક્ત રસીમાં નવી ગરબડ સામે આવી

નવી દિલ્હી: એસ્ટ્રાઝેનેકા કંપની અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિકસાવાવમાં આવી રહેલી રસીમાં નવી ગરબડ સામે આવી છે. આ રસીમાં પ્રયોગો દરમિયાન જેમને ઓછો ડોઝ અપાયો તેમને વધુ ફાયદો થયાનું જણાયું હતું જ્યારે જેમને ડબલ ડોઝ અપાયા તેમને ઓછો ફાયદો થયાનું બહાર આવ્યું હતું. એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ બંનેએ રસી બનાવવામાં કોઇ ક્ષતિ રહી ગઇ હોવાની વાત કબૂલી લીધી છે. હજુ થોડા દિવસો પહેલાં તેમણે જાહેર કર્યું હતું કે પરીક્ષણોમાં તેમની રસી 70 ટકા જેટલી સફળ જણાઇ છે. જોકે, ત્યારે પણ તેમણે કેટલાક વોલઅન્ટિઅર્સને અગાઉ કરતાં ઓછો ડોઝ કેમ અપાયે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.

      આ રસીમાં કેટલાક વોલન્ટિઅર્સ્નેસ ડબલ ડોઝ અને કેટલાકને અડધો ડોઝ એવું સહેતુક કરાયું ન હતું. ખુદ ઓક્સફર્ડ યુનિવર્કિિટીએ કબૂલ્યા અનુસાર ટ્રાયલ દરમિયાન કેટલીક વાયલન્સમાં વેક્સિનનું કોન્સ્ટ્રેશન યોગ્ય પ્રમાણમાં ભરાયું ન હતું. આ ભૂલથી કેટલાક વોલન્ટિઅર્સને અડધો જ ડોઝ મળ્યો હતો. આ બાબતે નિયમનકારી એજન્સીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ઓછો તથા ડબલ ડોઝ મેળવનારા બંને ગ્રૂપમાં આખી ટ્રાયલ પૂરી કરી જ દેવી એવું નક્કી થયું હતું.

(6:25 pm IST)