Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બ્રિટિશ આર્કિટેક્ટ કંપનીએ કેનેડામાં વૃક્ષાકાર ગગનચુંબી ઇમારત બાંધવાની ઉત્સુકતા દેખાડી

નવી દિલ્હી: ન્યુયોર્કમાં આકર્ષક અને ચર્ચાસ્પદ ઈમારતો બાંધનારી બ્રિટીશ આર્કિટેકટ કંપનીએ કેનેડાના વેનકુવર શહેરમાં વૃક્ષાકાર ગગનચુંબી ઈમારતો બાંધવાની ઉત્સુકતા દાખવી છે. 384 ફૂટ ઉંચા બે સ્કાયસ્ક્રેર્પ્સ બાંધવાની પરવાનગી હીપરવિક સ્ટુડીયો નામની આર્કિટેકટ કંપનીએ માંગી છે. એ બે ઈમારતોમાં 400 એપાર્ટમેન્ટસ, ચાઈલ કેર ફેસીલીટી અને પબ્લીક પ્લાઝા જેવી સવલતો રહેશે. વેનકુવરની આલ્બેની સ્ટ્રીટમાં બાંધનારા બે ટાવર્સમાં એક 34 માળનો અને એક 30 માળનો રહેશે. બ્રિટનની હીપરવિક સ્ટુડીયો કંપનીએ અગાઉ ન્યુયોર્કના હડસન યાર્ડ વિસ્તારમાં 200 મિલિયન ડોલર (અંદાજે 14.56 અબજ રૂપિયા) જેટલી કિંમતે કાકડીના આકારની વળાંકદાર ઈમારત બાંધી હતી. એ ઉપરાંત લંડનમાં કિંગ્સ ક્રોસ સ્ટેશન પાસેના કોલ ડ્રોપ્સ યાર્ડ એટલે કે લાકડાની વખારોની જગ્યા પર અફલાતુન શોપીંગ સેન્ટર બાંધ્યું છે. એ કંપની ક્રીએટીવ ડિઝાઈનીંગ માટે મશહુર છે. હવે તેમને કેનેડાના વેનકુવરમાં ઉંચી ઈમારત બાંધવા માટે વૃક્ષમાંથી પ્રેરણા મળી છે.

(5:22 pm IST)