Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લૈટિન અમેરિકી દેશ મેક્સિકોમાં મહિલાએ ભૂલથી પોતાના પતિને ચપ્પુથી રહેંસી નાખ્યો

નવી દિલ્હી: લૈટિન અમેરિકી દેશ મેક્સિકો (Mexico) માં એક આશ્વર્યજનક કેસ સામે આવ્યો છે. અહીંયા એક મહિલાએ ભૂલથી પોતાના પતિને ચાકૂ વડે રહેંશી નાખ્યો. જોકે આરોપી મહિલાએ પોતાના પતિના મોબાઇલમાં એક મહિલા સાથે અંતરંગ ફોટા જોઇ લીધા હતા. જ્યારે સચ્ચાઇ ખબર પડી તો તેના હોશ ઉડી ગયા અને હવે તે મહિલા જેલમાં છે.

      Mexico ના સ્થાનિક સમાચાર પત્ર 'લા પ્રેન્સા'ના સમાચાર અનુસાર આરોપી પત્નીએ પતિ પર ચાકૂ વડે એટલા માટે હુમલો કર્યો કારણ કે તેના પતિ સાથે એક નાની ઉંમરની મહિલા સાથે પ્રાઇવેટ ફોટા જોયા હતા. તો બીજી તરફ પછી તેને ખબર પડી કે ફોનમાં પતિ સાથે દેખાઇ તે મહિલા બીજી કોઇ નહી પરંતુ તે પોતે છે! ચોંકાવનારો આ ઘટનાક્રમ સોનોરા સિટીમાં સામે આવ્યો છે.

(5:23 pm IST)