Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

તુર્કીમાં 2016ની ઘટનામાં અદાલતે આપ્યો નિર્ણય:457 બળવાખોરોને જન્મટીપની સજા ફટકારવામાં આવી

નવી દિલ્હી: તુર્કીમાં 2016ના વર્ષમાં થયેલા બળવા અંગે કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં 457 બળવાખોરોને જન્મટીપની સજા કરવામાં આવી છે. બળવા દરમિયાન 220 લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને 7 લાખ લોકોને જેલમાં પુરવામાં આવ્યા હતા, વિદ્રોહમાં ભાગ લેનાર 1.30 લાખ કર્મચારીઓની નોકરી છીનવી લેવાઈ હતી. આક્ષેપ છે કે, આ વળવાનો મુખ્ય કાવાત્રાખોર અમેરિકાનો ફતેઉલ્લાહ ગુલેન છે.

      બળવાના નિષ્ફળ પ્રયાસમાં સેનાના જનરલો અને પ્રશાસનના કેટલાક અધિકારીઓ સામેલ હતા. કોર્ટે સેનાના અનેક જનરલો અને અન્ય અધિકારીઓ સહિત 457 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં 21 પાયલોટ અને કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે. બળવાખોરો સામે સરકારી ઈમારતો પર બોમ્બ ઝીંકવાના અને સંસદને ઉડાડી દેવા સહિતના આરોપો હતા.

(6:24 pm IST)