Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પાકિસ્તાનની પહેલી ટ્રાંસજેન્ડર વકીલ બનતી નીશા

કરાંચી તા. ર૮: પાકિસ્તાની પહેલી ટ્રાન્સજેન્ડર વકીલ ર૮ વર્ષીય નિશા રાવ હવે પોતાનું સપનું પહેલા ટ્રાન્સજેન્ડર જજ બનવાનું છે. કરાંચીમાં વકીલાત કરી રહેલ નિશાએ રસ્તાઓ ઉપર ભીખ માંગવાથી લઇને કોર્ટ સુધીની સફર ખેડી છે. રૂઢીવાદી પાકિસ્તાનમાં પાંચ લાખ ટ્રાન્સજેન્ડર છે, જેમનું જીવન મુશ્કેલ છે.

(11:36 am IST)
  • હિમાચલ પ્રદેશમાં માસ્ક નહીં પહેર્યો હોય તો વિના વોરંટ ધરપકડ થશે : હિમાચલ પ્રદેશમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિનાની નજરે પડશે તો વોરંટ વિના તેની ધરપકડ થશે અને તેમને જેલ સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. access_time 10:44 am IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST