Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ઓએમજી.....ધીરે ધીરે માસ્ક બની રહ્યું છે હવે લોકો માટે ઘરેણું:એક તુર્કીશ કારીગરે સોના ચાંદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું

નવી દિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ચાલુ છે. હવે લોકો આ રોગચાળાને ટાળવા માટે સતત માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વભરની તમામ સરકારોએ તેમના નાગરિકોને કહ્યું છે કે રસી ન આવે ત્યાં સુધી માસ્ક જ રસી છે. તે દરમિયાન, એક તુર્કીશ કારીગરે સોના-ચાંદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. કારીગરનું એવું પણ માનવું છે કે આ માસ્કથી કોરોના વાયરસનો ચેપ લાગશે નહીં.

       તુર્કીમાં હવે માસ્કને ફેશન ડિઝાઇનિંગનું રૂપ આપવામાં આવી રહ્યું છે. કારીગર સાબરી ડેમિરસીએ સોના-ચાંદીથી માસ્ક બનાવવાનું અને વેંચવાનું શરૂ કર્યું છે. એક અહેવાલ મુજબ ૪૩ વર્ષીય કારીગર સાબરી ડેમિરસી લગભગ ૩૨ વર્ષથી સોના-ચાંદીનું કામ કરે છે. તેની પોતાની એક મોટી દુકાન પણ છે, જે રોગચાળાને કારણે વચ્ચે બંધ પડી હતી. પરંતુ તાજેતરમાં તે ફરીથી ખોલવામાં આવી છે.

(5:50 pm IST)