Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અમેરિકાના યુટાહ સ્ટેટના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટિમાં થાંભલા જેવા આકારના ધાતુનો ટુકડો જોવા મળતા ચકચાર

નવી દિલ્હી: અમેરિકાના યુટાહ સ્ટેટના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટીનું હેલિકોપ્ટર ખડકાળ રણપ્રદેશની ઉપર ભમતું હતું. ત્યારે નીચે થાંભલા જેવા આકારનો ધાતુનો ટુકડો જોવા મળ્યો હતો. એ શું છે અને શા માટે અને કેવી રીતે ત્યાં આવ્યોએ રહસ્યમય બાબત છે.ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટીનું હેલિકોપ્ટર ડિવીઝન ઓફ વાઇલ્ડ લાઇફ રિસોસીસને બિઘોમ જાતિના ઘેટાની ગણતરીમાં મદદ કરતું હતું. ત્યારે લગભગ 12 ફૂટ ઉંચો ચતુષ્કોણીય ધાતુનો થાંભલો ખડકાળ રણપ્રદેશની ભૂમિમાંથી ઉપસી આવ્યો હોય એ રીતે દેખાયો હતો. હેલિકોપ્ટર નીચે ઉતારીને બધાએ નિરીક્ષણ કર્યુ તો કંઇ ન સમજાયું. બહુ વિચિત્ર લાગ્યું અને કંઇ ન સમજાયું. પરંતુ વિજ્ઞાનકથાઓની ઘેલછા ધરાવતા લોકો ત્યાં ઘસી જાય અને અજાણ્યા પ્રદેશમાં તેમને ઇજા થવાની શકયતા જાણીને હેલિકોપ્ટર-ક્રૂએ ઘાતુના ટુકડાનું સ્થાન જાહેર કર્યુ નથી. જો કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર આ માહિતીની ચર્ચા થતાં ઉત્સાહીઓએ તેના ઠેકાણાનો અંદાજ બાંધવા અને સગડ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

(5:51 pm IST)