Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

લગ્ન માટે આ યુગલ પૂરનાં પાણીમાં લગભગ તરીને ચર્ચ પહોંચ્યું

વાવાઝોડાથી રોડ પર ઠેર-ઠેર કાદવ અને પૂરના પાણીનો ભરાવો થઈ ગયો હતોઃ આથી લગ્ન કરવા માટે વરઘોડો કાઢીને ચર્ચમાં જવા નીકળેલા યુગલને જબરી અગવડો વેઠવી પડી

જાકાર્તા, તા.૨૯: ફિલિપીન્સમાં આવેલા વાવાઝોડાને કારણે ત્યાંના અનેક વિસ્તારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. વાવાઝોડાથી રોડ પર ઠેર-ઠેર કાદવ અને પૂરના પાણીનો ભરાવો થઈ ગયો હતો. આથી લગ્ન કરવા માટે વરઘોડો કાઢીને ચર્ચમાં જવા નીકળેલા યુગલને જબરી અગવડો વેઠવી પડી. એવામાં ઘૂંટણસમા કાદવથી ભરેલા પાણીમાંથી રસ્તો કાઢીને જઈ રહેલા જાનૈયાઓના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.

રોનિલ ગેલિપા અને જેઝિએલ નામનું યુગલ લગ્ન માટે તૈયાર થયું હતું અને તેમને ભારે વરસાદ અને તોફાની હવા હોવા છતાં પોતાનાં લગ્ન મુલતવી ન રાખતાં કોઈ પણ હિસાબે ચર્ચમાં જઈને લગ્ન કરવાં જ હતાં. કપડાં ઊંચાં ચડાવીને કાદવવાળા પાણીમાં થઈને પણ તેઓ નીકળ્યાં. લગ્નવિધિ નિયત સમય કરતાં મોડી શરૂ થઈ હતી. લગ્ન બાદની પાર્ટી પણ ચર્ચની અંદર જ યોજવામાં આવી હતી.

(12:05 pm IST)