Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોરોના : દુબઈમાં નાઈટલાઈફ પર અંકુશ

દુબઈ,તા.૩૦:કોરોના વાઈરસની મહામારીના વધી રહેલા વ્યાપને ધ્યાનમાં રાખીને દુબઈના સત્ત્।ાધિકારીઓએ નાઈટલાઈફ પર અંકુશ મૂકવાની જાહેરાત કરી છે.

દુબઈના પ્રવાસન વિભાગના સત્ત્।ાધિકારીઓએ દેશના તમામ બાર અને રેસ્ટોરાંને રાત્રે ૧:૦૦ વાગ્યા બાદ સેવા આપવાનું તેમ જ મનોરંજન પ્રવૃત્ત્િ।ઓને અટકાવી દેવાનો આદેશ આપ્યો છે.

આદેશનું પાલન ન કરનારને ભારે દંડ તેમ જ તેમના બાર કે રેસ્ટોરાંને સિલ કરવા સહિતનાં આકરાં પગલાં લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

જીવંત નાઈટલાઈફ માટે જાણીતા દુબઈમાં બાર અને રેસ્ટોરાં ફરી શરૂ કરવાનો જુલાઈમાં આદેશ આપવામાં આવ્યા બાદ પ્રથમ જ વાર નવા નિયમો અને માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવ્યા છે. કોરોનાની મહામારીનો આરંભ થયા બાદથી અત્યાર સુધીમાં યુએઈમાં કોરોનાને કારણે ૪૦૦ કરતા પણ વધુ લોકોનાં મોત થયાં હોવા ઉપરાંત કોરોનાના ૯૦,૬૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા છે.

(11:20 am IST)