Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે શરૂ થયેલ લડાઈમાં પાકિસ્તાની સૈનિકો જોડાયા

નવી દિલ્હી: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે વિવાદીત ક્ષેત્ર માર્ગોનો કારાબાખના કબ્જા મામલે શરુ થયેલી લડાઈ હજુ પણ ચાલુ છે. મંગળવારે બન્ને દેશો વચ્ચે ગોળીબાર થયો હતો. બન્ને દેશોએ વિવાદીત ક્ષેત્રોની બહાર પણ ગોળીબાર કરવાના પરસ્પર આક્ષેપો કર્યા હતા. આ લડાઈમાં અત્યાર સુધી 67 લોકોનાં મોત થયાના અહેવાલ છે.

                 આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અઝરબૈજાનના ડ્રોન હુમલાથી એક બસમાં આગ લાગી હતી, અઝરબૈજાનના પ્રમુખ ઈલ્હામ અલીએચએ આર્મેનિયાના હુમલામાં પોતાના દેશના 10 નાગરિકો માર્યા ગયાને સમર્થન આપ્યું હતું. સમાચાર સંસ્થા એનએનઆઈએ આર્મેનિયાની વેબસાઈટને ટાંકી જણાવ્યું હતું કે અઝરબૈજાન તરફથી પાકીસ્તાની સૈનિકો લડી રહ્યા છે. તે અઝરબૈજાનના સૈનિકોને સાથ આપી રહ્યા છે. અઝરબૈજાનના લોકો સાથેની ટેલીપોનીક વાતચીતના આધારે આ અહેવાલ આપવામાં આવ્યો હતો.

(5:36 pm IST)