Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

યોગ્ય મુરતિયો શોધવાના ચક્કરમાં આ મહિલાએ ૧૦ વખત કર્યા લગ્ન, છતાં પણ ન મળ્યો મનનો માણિગાર

ન્યુયોર્ક, તા.૩૧: કહેવાય છે ને કે આપણા જીવનમાં જો કોઈ આવે તો સારો આવે નહીંતર ન આવે એજ બરોબર છે. ત્યારે હવે એક મહિલાએ આ જ વાતનું એક બેસ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. તેણે ત્યાર સુધીમાં ૧૦ વાર લગ્ન કર્યા છે, પણ હજૂ સુધી તેમને મિસ્ટર પરફેકટ નથી મળ્યો.

આ મહિલાનું નામ Cassey છે અને તે અમેરિકાની રહેવાસી છે. તેણે ૧૦ વાર લગ્ન કર્યા છે. તેના લાંબા લગ્ન ૮ વર્ષ સુધી ચાલ્યા હતા. જયારે સૌથી ટૂંકુ લગ્નજીવન ૬ મહિના ચાલ્યુ હતું. ત્યારે હવે ટૂંક સમયમાં જ તે ૧૦ લગ્નજીવનમાંથી પણ અલગ થવાની છે. ૫૬ વર્ષિય આ મહિલા એક ચેટ શોમાં ભાગ લેવા આવી હતી, જયાં તેણે રિલેશનશિપને લઈને એડવાઈઝ આપી હતી.

જયારે ઈન્ટરવ્યૂમાં આ મહિલાને પૂછવામાં આવ્યુ કે, ૧૦ વખત લગ્ન કર્યા બાદ શુ આપને ગર્વ જેવુ કંઈ થાય છે, શું આ વાત પર તમને હસવુ આવે છે, ત્યારે આ મહિલાએ જણાવ્યુ હતું કે, જીવનમાં કયારેક કયારેક એવો સમય આવે છે, ત્યારે હસવુ પણ આવે છે અને અમુક સમયે રડવુ પણ આવે છે.

(10:36 am IST)